શરમજનક: IPL માં MS Dhoni ના પ્રદર્શનથી નારાજગી, પુત્રી સાથે રેપની આપી ધમકી

આ ખૂબ જ ચિંતાજનક વાત છે પરંતુ આ સત્ય છે કે આઇપીએલ (IPL) માં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા (Social Media) ટ્રોલ્સ પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી છે.

શરમજનક: IPL માં MS Dhoni ના પ્રદર્શનથી નારાજગી, પુત્રી સાથે રેપની આપી ધમકી

નવી દિલ્હી: આ ખૂબ જ ચિંતાજનક વાત છે પરંતુ આ સત્ય છે કે આઇપીએલ (IPL) માં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા (Social Media) ટ્રોલ્સ પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી છે. ધોનીની પત્ની સાક્ષી (Sakshi Dhoni)ને તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ધમકી મળી છે. 

આ ધમકીએ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સેથી ભરી દીધા છે. ખાસકરીને મહિલાઓ ખૂબ ગુસ્સે છે. અભિનેત્રી અને રાજનેતા નગમાએ ટ્વીટ કરીને કહ્યું કે 'અપણે એક રાષ્ટ્ર તરીકે ક્યાં જઇ રહ્યા છીએ? આ કેટલું વિચિત્ર છે કે ધોનીની પાંચ વર્ષની પુત્રી જિવાને કોઇએ દુષ્કર્મની ધમકી આપી છે. 

કર્ણાટકના જયનગરની ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ કહ્યું કે આ ખૂબ પરેશાન કરનાર વાત છે. આપણા દેશમાં શું થઇ રહ્યું છે, તે સમજાતું નથી. આપણે ક્યાં જઇ રહ્યા છીએ? તો રાજ્ય સભા સાંસદ પ્રિયંકા ચર્તુવેદીએ કહ્યું કે આ વાતનું સૌથી ખરાબ ઉદાહરણ છે કે કયા પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરઉપયોગ થઇ રહ્યો છે. 

કલકત્તા સામે ચેન્નઇ સુપર કિંગ્સને મળેલી હારથી નારાજ ફેન્સએ ખેલાડીના ઘર પર પથ્થરમારો કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જોકે કોઇ ખેલાડીની બાળકીને આ પ્રકારે ટાર્ગેટ કરવાની ઘટના આ પહેલાં ક્યારે ક્યારે સાંભળી કે જોઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news