રાહુલ દ્રવિડે આપ્યો સંકેત, ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત અને કોહલીની સફર સમાપ્ત!

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે હિંટ આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટી20 આંતરરાષ્ટ્રીયમાં કરિયર ખતમ થઈ ગયું છે. દ્રવિડે કહ્યુ કે ટીમ ઈન્ડિયાનું ફોકસ ટી20માં હવે યુવા ક્રિકેટર પર હશે. 

રાહુલ દ્રવિડે આપ્યો સંકેત, ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત અને કોહલીની સફર સમાપ્ત!

નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ટી20 ટીમ બાદ તે સમાચાર શરૂ થયા હતા કે સીનિયર ખેલાડીઓનું ટી20 કરિયર ખતમ થઈ ગયું છે. શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે નામ લીધા વગર કહ્યું કે ઈન્ડિયા 2024 ટી20 વિશ્વકપ માટે યુવા ટીમ બનાવવા પર ધ્યાન આપી રહી છે. પરંતુ તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ જરૂર લીધુ, પરંતુ તે વાત પર ભાર આપ્યો કે 2024માં ટી20 માટે યુવા ટીમ હોઈ શકે છે. 

હકીકતમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સીનિયર ખેલાડીઓને ટી20 માટે આરામ આપવામાં આવ્યો છે. પત્રકાર પરિષદ દરમિયાન કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે સીનિયર ખેલાડીઓ 50 ઓવરના વિશ્વકપ પર ધ્યાન આપી રહ્યાં છે. જે આ વર્ષે ભારતમાં રમાશે. નોંધનીય છે કે શ્રીલંકા સામેની T20I સિરીઝમાં વર્લ્ડ કપની સેમિફાઇનલ રમનાર ખેલાડીઓમાં માત્ર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ જ છે. અન્ય તમામ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

યુવા ખેલાડીઓએ બચાવ કર્યો
મેચમાં ખરાબ પ્રદર્શન પર ઉઠતા પ્રશ્નના જવાબમાં દ્રવિડે કહ્યું, “શાનદાર શ્રીલંકાની ટીમ સામે યુવા ટીમ રમવી એ શાનદાર અનુભવ છે. સારી વાત એ છે કે ODI વર્લ્ડ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલા માટે અમને ટી-20માં આ લોકોને અજમાવવાની તક આપવામાં આવી છે.

બોલરોનો બચાવ કરતા કહ્યું- અમારે ધૈર્ય રાખવાની જરૂર
ભારતના પ્રદર્શન વિશે પૂછવા પર દ્રવિડે કહ્યુ કે, ટીમ મેનેજમેન્ટ, પ્રશંસકો અને અન્ય બધાએ આ યુવા ટીમની સાથે ધૈર્ય રાખવું પડશે, કારણ કે તેની પાસે એક શીખવા અને કરવા માટે ઘણું બધુ છે. દ્રવિડે બોલરોનો બચાવ કરતા કહ્યુ- કોઈ વાઇડ કે નો-બોલ ફેંકવા ઈચ્છતું નથી, આ ફોર્મેટમાં તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આ યુવા ખેલાડીઓની સાથે ધૈર્ય રાખવું પડશે. ઘણા નવા ખેલાડી રમી રહ્યાં છે, તેનામાં ક્ષમતા છે અને શીખી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કામ પર શીખવુ મુશ્કેલ છે, તેથી આપણે ધૈર્ય રાખવાની જરૂર છે. 

નોંધનીય છે કે ભારત ગુરૂવારે 207 રનના લક્ષ્યનો પીછો કરતા 16 રને હારી ગયું હતું. ભારતે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સૂર્યકુમાર અને અક્ષર પટેલે અડધી સદી ફટકારી વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ અંતમાં ટીમને હાર મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news