World Cup: વિશ્વ કપની મેચ જોવા આવનારા લોકોને આ સ્ટેડિયમમાં મળશે મફત પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક
World Cup 2023: વિશ્વ કપ 2023માં મંગળવારે 24 ઓક્ટોબરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ બાદ એમસીએ અધ્યક્ષ અમોલ કાલેએ આ નિર્ણય લીધો છે.
Trending Photos
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) વાનખેડે સ્ટેડિયમ પર રમાનારી વર્લ્ડ કપ મેચો જોવા આવનારા તમામ ફેન્સને મફતમાં પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક આપશે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વ કપ 2023માં મંગળવારે 24 ઓક્ટોબરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ બાદ એમસીએ અધ્યક્ષ અમોલ કાલેએ આ નિર્ણય લીધો છે.
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ 2 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા મેચની મેજબાની કરશે. ત્યારબાદ 15 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેદાન પર 15 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની પહેલી સેમી ફાઈનલ પણ રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા પ્રશંસકોએ પોતાની ટિકિટ કાઉન્ટર પર દેખાડવાની રહેશે અને તેના પર મહોર લાગ્યા બાદ તેમને મફત પોપકોર્ન અને એક કોલ્ડ ડ્રિંકની બોટલ આપવામાં આવશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમોલ કાલેએ જણાવ્યું કે મે વિશ્વ કપ મેચ જોવા આવનારા તમામ પ્રશંસકોને એક સમયનું પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક મફત ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે નોન હોસ્પિટાલિટી એરિયાઝ માટે હશે. એકવાર જ્યારે તેમની ટિકિટો પર મહોર લાગી જશે ત્યારે દરેક પ્રશંસકને મફત પોપકોર્ન અને કોક આપવામાં આવશે. તેનો ખર્ચ એમસીએ વહન કરશે. અમે તેની શરૂઆત ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચથી કરીશું અને સેમીફાઈનલ સુધી આમ રહેશે. એમસીએ સભ્યો આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયા છે.
અમોલ કાલેએ એમ પણ જણાવ્યું કે એમસીએ 1 નવેમ્બરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ભારત સાથે શ્રીલંકાની મેચ પહેલા સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. એમસીએએ આ વર્ષની શરૂઆતમાં તેંડુલકરને સન્માનિત કરવા માટે આ નિર્ણય લીધો હતો. સચિન તેંડુલકરની પ્રતિમા મહારાષ્ટ્રના અહમદનગરના એક જાણીતા કલાકારે તૈયાર કરી છે.
માર્ચ 2023માં સચિન તેંડુલકર તે સ્થાનની મુલાકાત લેવાના હતા જ્યાં તેમની પ્રતિમા મૂકાવવાની છે. સચિને ત્યારે કહ્યું હતું કે મારી મુસાફરી અહીંથી જ શરૂ થઈ, હું શારદાશ્રમ (વિદ્યામંદિર)ની સીનિયર ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ આવ્યો હતો. મે મેચ અધવચ્ચે છોડી દીધી અને ત્યારે આચરેકર સર મને વઢ્યા, યાત્રા અહીંથી શરૂ શરૂ થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે