ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જો તમે દરરોજ લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરો છો, તો આજે જાણી લો તેનાથી સંબંધિત કેટલાક શોર્ટકટ. આ શોર્ટકટ તમારા કામને સરળ અને ઝડપી બનાવી દેશે.
Trending Photos
નવી દિલ્હીઃ જે રીતે સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, તેવી જ રીતે લેપટોપ અને ડેસ્કટોપ પણ આજે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધાને કારણે આજે ઓફિસમાં કામ, શાળામાં અભ્યાસ અને મનોરંજન વગેરે ઘરે જ થાય છે. બદલાતા સમય સાથે 10 થી 15,000 રૂપિયાના લેપટોપ પણ આજે માર્કેટમાં આવવા લાગ્યા છે. તાજેતરમાં શાર્ક ટેન્કમાં 15,000 રૂપિયાનું લેપટોપ રજૂ કરવામાં આવ્યું હતું જે એન્ડ્રોઇડ પર આધારિત છે. એટલે કે, એકંદરે, આ ગેજેટ્સનો આપણા રોજિંદા જીવનમાં ઘણો ઉપયોગ થાય છે. લેપટોપ કે ડેસ્કટોપ પર કંઈપણ લખવું હોય તો કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. આજે, આ લેખ દ્વારા, અમે તમને કેટલાક કીબોર્ડ શોર્ટકટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે જાણતા હશો તો તમારું કામ ખૂબ જ સરળ બની જશે.
વિન્ડો + Shift + S : આ શૉર્ટકટનો ઉપયોગ સ્ક્રીનશોટ લેવા માટે થાય છે. આજે આપણે બધા સ્ક્રીનશોટનું મહત્વ જાણીએ છીએ. આવી સ્થિતિમાં, કામ કરતી વખતે, તમે આ શોર્ટકટ દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. કેટલાક લોકો, જેમને આ શોર્ટકટ નથી ખબર, તેઓ લેપટોપનો ફોટો લઈને વોટ્સએપ દ્વારા પોતાનું કામ કરે છે. પરંતુ જો તમે શોર્ટકટ જાણો છો, તો તમારું કામ ઘણું ઓછું થઈ જશે. એકવાર તમે સ્ક્રીનશૉટ લઈ લો, પછી તમે તેને Control+V સાથેની ચેટમાં સીધો પેસ્ટ પણ કરી શકો છો.
વિન્ડો + D : આ શોર્ટકટ વડે તમે વિન્ડોને મિનિમાઈઝ કરી શકો છો. આ શોર્ટકટ ત્યારે ઉપયોગી છે જ્યારે તમે એક જ સમયે અનેક વિન્ડોઝ પર કામ કરી રહ્યા હોવ અને હોમ સ્ક્રીન પર આવવા માંગતા હોવ. આ ઉપરાંત, તમે સ્ક્રીનને મિનિમાઈઝ કરવા માટે વિન્ડો પ્લસ Mનો ઉપયોગ પણ કરી શકો છો.
Shift + Ctrl + T : આ શોર્ટકટની મદદથી તમે ગૂગલ બ્રાઉઝર પર ડિલીટ કરેલા ટેબને પાછું લાવી શકો છો. ઘણી વખત આપણે ભૂલથી ટેબ ડિલીટ કરી દઈએ છીએ, પછી આ શોર્ટકટની મદદથી તમે ડિલીટ કરેલ ટેબને પાછી લાવી શકો છો. આ શોર્ટકટની તમને ખબર ન હોવાથી તમે બ્રાઉઝ હિસ્ટ્રીમાં જશો, પછી તમે ભૂલથી બંધ કરેલી ટેબ ખોલી શકશો. આ પ્રક્રિયામાં ખુબ જ સમય લાગી જાય છે.
વિન્ડો + L: જો તમને ઓફિસમાં કોઈ ખાસ કામ આવે અથવા કોઈ ફોન આવે અને તમે તમારી જગ્યા પરથી ઉભા થઈને બીજી જગ્યાએ જાવ છો, તો સૌથી પહેલા તમે તમારા કમ્પ્યુટરને લોક કરો છો. કારણ કે તમારી સિસ્ટમ પર કોઈ બીજી વ્યક્તિ ન બેશે અથવા તે વ્યક્તિ તમારા કોમ્પ્યુટરને ઍક્સેસ ન કરી શકે. બસ એટલે જ તમે બધી સિસ્ટમને લૉક કરો છો. તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપને લોક કરવા માટે Windows Plus L શોર્ટકટનો ઉપયોગ કરો તો તમે તરત તમારી સિસ્ટમને લોક કરી શકશો. અને જો તમને આ શોર્ટકટ ન ખબર હોય તો તમે મેન્યુઅલી જ સિસ્ટમને લોક કરવા જશો. જેથી તમારો કિંમતી સમય વેફડાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે