ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ
સ્માર્ટફોન કંપનીઓ સતત પોતાના ફોન્સ અને કોમ્પોનેન્ટ અપગ્રેડ કરી રહ્યા છે. ફોનમાં કેમેરા એક એવું કોમ્પોનેટ છે જેના પર કંપનીઓ ધ્યાન આપે છે. હાલમાં સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર ખૂબ ટેંડ કરી રહ્યા છે. આગામી દિવસો આપણને સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર (Smartphone With 108MP Camera) જોવા મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપનીઓ સતત પોતાના ફોન્સ અને કોમ્પોનેન્ટ અપગ્રેડ કરી રહ્યા છે. ફોનમાં કેમેરા એક એવું કોમ્પોનેટ છે જેના પર કંપનીઓ ધ્યાન આપે છે. હાલમાં સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર ખૂબ ટેંડ કરી રહ્યા છે. આગામી દિવસો આપણને સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર (Smartphone With 108MP Camera) જોવા મળી શકે છે. થોડા દિવસો પહેલાં આવેલા રિપોર્ટમાં Redmi અને Realme એ દાવો કર્યો છે કે 64 મેગાપિક્સલ કેમેરા સેન્સરવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે અને આગામી દિવસોમાં તે સ્માર્ટફોન્સને ટૂંક સમયમાં લોન્ચ કરી દેશે. Realme એ તો 64 મેગાપિક્સલવાળા કેમેરા સેન્સરથી ક્લિક કરવામાં આવેલો ફોટો પણ ઇન્ટરનેટ પર શેર કર્યો હતો.
હવે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટફોન મેકર કંપનીઓ ટૂંક સમયમાં આગામી દિવસોમાં 108 મેગાપિક્સલવાળા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ટિપ્સ્ટર આઇસ યૂનિવર્સનું કહેવું છે કે આગામી વર્ષ સુધી સ્માર્ટફોન કંપની પોતાના સ્માર્ટફોન્સમાં 108 મેગાપિક્સલવાળા કેમેરા સેન્સર અને 10x ઓપ્ટિકલ જૂન સુધી લોન્ચ કરી શકે છે. આ ટ્વિટ સાથે આઇસ યૂનિવર્સે એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેરમાં કરવામાં આવેલા ફોટો સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન Galaxy Note 10 ના રેન્ડર જેવા દેખાઇ રહ્યા છે. જોકે તેમણે એ જાણકારી આપી નથી કે કઇ કંપને 108 મેગાપિક્સલ કેમેરા સેન્સરવાળા સ્માર્ટફોન લોન્ચ કરશે.
Credit Suisse એ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2019ના બીજા હાફમાં સ્માર્ટફોન્સમાં 65 મેગાપિક્સલ કેમેરા સેન્સરવાળા સ્માર્ટફોન જોશે અને 2020 સુધી સ્માર્ટફોન્સમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સરવાળા સ્માર્ટફોન સાથે આવશે. જેમકે અમે જણાવી ચૂક્યા છીએ કે કંપનીઓએ 64 મેગાપિક્સલવાળા સ્માર્ટફોન્સ લોન્ચ કરશે. આ સાથે જ થોડા દિવસો પહેલાં સ્માર્ટફોન્સના મોબાઇલ પ્લેટફોર્મ બનાવનાર કંપની Qualcomm પણ આ દાવો કરી ચૂકી છે કે આગામી દિવસોમાં 64 અને 100 મેગાપિક્સલવાળા કેમેરા સેન્સર સ્માર્ટફોન્સમાં આવશે.
સ્માર્ટફોન્સ તો કંપનીઓ 64 મેગાપિક્સલ કેમેરા સેંસરવાળા ફોન્સને ટીઝ તો કરવા લાગી છે. પરંતુ હાલ અત્યાર સુધી કોઇપણ કંપનીએ 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર અને 10X જૂમવાળા સ્માર્ટફોનને લોન્ચ કરવાને લઇને દાવો કર્યો નથી. એવામાં જોવાનું એ છે કે કઇ કંપની સૌથી પહેલાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સરવાળો સ્માર્ટફોન લોન્ચ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે