બધા યૂઝર્સને Whatsapp ની ખાસ ભેટ, iOS અને એન્ડ્રોયડ યૂઝર્સને જલસો
Whatsapp એ પોતાના યૂઝર્સને નવા સ્ટિકર્સની ભેટ આપી છે. વોટ્સએપે પર્સનલાઇઝ્ડ અવતાર બનાવવાની ક્ષમતાની જાહેરાત બાદ એન્ડ્રોયડ અને આઈઓએસ માટે પોતાના અવતાર સ્ટિકર પેકમાં કેટલાક નવા સ્ટિકર જોડ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Whatsapp એ પોતાના યૂઝર્સને નવા સ્ટિકર્સની ભેટ આપી છે. મેટાની માલિકીવાળા વોટ્સએપે પર્સનલાઇઝ્ડ અવતાર બનાવવાની ક્ષમતાની જાહેરાત બાદ એન્ડ્રોયડ અને આઈઓએસ માટે પોતાના અવતાર સ્ટિકર પેકમાં કેટલાક નવા સ્ટિકર જોડ્યા છે. વોટ્સએના નવા ફીચર ટ્રેક કરનારી વેબસાઇટ WABetainfo અનુસાર અવતાર પેકમાં સમાન સંખ્યામાં સ્ટિકર છતાં, કરવામાં આવેલા ફેરફાર તેને વધુ પર્સનાલિટી અને ડેપ્થ પ્રદાન કરે છે અને કેટલાક સ્ટિકરને રીડિઝાઇન અને રિપ્લેસ કરવા અને તેની વિઝુઅલ અપીલને સારી બનાવવા અને ફીલિંગ્સ અને એક્સપ્રેશનની વિવિધ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે જે યૂઝર વ્યક્ત કરે છે.
બધા યૂઝર્સને મળશે નવા સ્ટિકર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અવતાર પેકની અંદર નવા સ્ટિકર હવે આઈઓએસ અને એન્ડ્રોયડ માટે વોટ્સએપ પર બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. નવા અવતાર સ્ટિકર પેકની સાથે, યૂઝર શેપ, કલર, કપડા અને ઘણી એક્સેસરીઝ પસંદ કરી એપ સેટિંગ્સની અંદર અવતારને કસ્ટમાઇઝ કરી શકો છો જે તેને સારી રીતે વ્યક્ત કરી શકે છે.
એકવાર જ્યારે તે પોતાનો અવતાર બનાવી લે છે તો તેને પોતાના પ્રોફાઇલ ફોટોના રૂપમાં ઉપયોગ કરી શકે છે. આ અવતારોને ચેટ અને ગ્રુપ ચેટની સાથે પણ શેર કરી શકાય છે. વોટ્સએપ અલગ-અલગ ઇમોશન અને રિએક્શન અનુસાર અવતારોને કસ્ટમાઇઝ કરે છે અને તેને સ્ટિકર પેકમાં બંડલ કરે છે.
આ વચ્ચે વોટ્સએપે કથિત રીતે બધા આઈઓએસ યૂઝર્સ માટે વીડિયો કોલ માટે પિક્ચર-ઇન-પિક્ચર મોડ રોલ આઉટ કરી રહ્યું છે. નવા અપડેટમાં આ ફીચરની સાથે યૂઝર હવે વોટ્સએપ કોલ દરમિયાન પોતાનો વીડિયો રોક્યા વગર મલ્ટીટાસ્ક કરી શકે છે. એપલે iOS 14ની સાથે પિક્ચર-ઇન-પિક્ચર મોડને રોલ આઉટ કર્યું, પરંતુ થર્ડ પાર્ટી એપ્સને પોતાની એપમાં લાગૂ કરવામાં ઘણો સમય લાગ્યો. વોટ્સએપ પહેલા યુટ્યુબે પાછલા વર્ષે પ્રીમિયમ ગ્રાહકો માટે વીડિયો કોલ માટે PiP મોડને ઇનેબલ કર્યું હતું.
પિક્ચર-ઇન-પિક્ચર મોડ સિવાય આઈઓએસ માટે નવા વોટ્સએપ અપડેટમાં તે પણ સામેલ છે- ડોક્યુમેન્ટ્સ માટે એક કેપ્શન અટેચ કરવાની ક્ષમતા, અને ગ્રુપ્સનું વર્ણન કરવું સરળ બનાવવા માટે લાંબા ગ્રુપ સબ્જેક્ટ અને ડિટેલ્સ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે