છેતરપિંડીનો આશ્ચર્યજનક કિસ્સો! કોન્ડોમ દેખાડી 63 હોટલો સાથે છેતરપિંડી, ઘટના વાંચી માથું ભમી જશે!

Travel Scam: વિદ્યાર્થીએ છેતરપિંડી માટે પહેલાથી જ મૃત વંદો, વાળ અને ઉપયોગ કરેલા કોન્ડોમ જેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરતો હતો. તેણે રૂમની ખરાબ સફાઈ માટે હોટલના સંચાલકોને જવાબદાર ઠેરવ્યા અને વળતરની માંગ કરી હતી. જોકે બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
 

છેતરપિંડીનો આશ્ચર્યજનક કિસ્સો! કોન્ડોમ દેખાડી 63 હોટલો સાથે છેતરપિંડી, ઘટના વાંચી માથું ભમી જશે!

Chinese Student Scams: તમે છેતરપિંડી કરવાની ઘણી ટેકનિકો વિશે સાંભળ્યું હશે, પરંતુ એક નવી રીત સામે આવી છે. ચીનના એક વિદ્યાર્થીએ હોટલના રૂમમાં મરેલા વંદા અને કોન્ડોમ દેખાડીને સ્વચ્છતાના નામે હોટલોને છેતરી છે. પૂર્વીય ચીનના એક 21 વર્ષીય યુવકે પોતાની યુનિવર્સિટીની ટ્યુશન ફી સાથે સફર કરી, પરંતુ જ્યારે પૈસા પુરા થઈ ગયા તો તેણે હોટલ સાથે છેતરપિંડી કરવાનો આશરો લીધો. તેણે 63 હોટલોમાં મરેલા વંદા અને ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ જેવી વસ્તુઓ રાખીને મફત રોકાણ અને વળતર વસૂલવાનું કાવતરું ઘડ્યું હતું.

10 મહિના સુધી ઘણી હોટલોમાં રોકાઈને..
વાસ્તવમાં, સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ઝેજિયાંગ પ્રાંતના તાઈઝોઉ શહેરના જિઆંગ નામના આ યુવકે સપ્ટેમ્બરથી 10 મહિના સુધી ઘણી હોટલોમાં રહીને છેતરપિંડી કરી. ઘણી વખત તે એક જ દિવસમાં ત્રણ-ચાર હોટલમાં ચેક-ઈન કરતો હતો. હોટલના રૂમમાં ગંદકી બતાવીને તે હોટલ મેનેજમેન્ટને ઓનલાઈન બદનક્ષી અને વળતરની માંગણીની ધમકી આપતો હતો.

મરેલા વંદા, વાળ અને વપરાયેલ કોન્ડોમ
પોલીસના જણાવ્યા અનુસાર, જિયાંગે છેતરપિંડી માટે પહેલાથી જ મૃત જંતુઓ, વાળ અને ગંદા કોન્ડોમ જેવી સામગ્રી એકઠી કરી રાખી હતી. તે રૂમની ખરાબ સફાઈ માટે હોટલના સંચાલકોને જવાબદાર ઠેરવતો અને વળતરની માંગ કરતો. જો કે, ઓગસ્ટમાં હોટલના મેનેજરે તેની સાથે 400 યુઆનની છેતરપિંડી કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે જિયાંગ નવેમ્બરથી 380થી વધુ હોટલોમાં રોકાયો હતો. તેની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી 23 પેકેટ્સ કબજે કર્યા હતા, જેમાં છેતરપિંડી માટે વપરાયેલી વસ્તુઓ હતી. પૂછપરછ દરમિયાન જિયાંગે 63 હોટલમાંથી કુલ 38,000 યુઆન એટલે કે આશરે $5200ની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી.

લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો...
હાલમાં આ કેસ હવે આગળની કાયદાકીય કાર્યવાહી માટે લિનહાઈ પીપલ્સ પ્રોક્યુરેટોરેટને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીથી ઓનલાઈન લોકોમાં પણ રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ ટોણો માર્યો અને પૂછ્યું, શું તે યુનિવર્સિટીમાં ઠગાઈ અને છેતરપિંડીનો અભ્યાસ કરવા જઈ રહ્યો હતો? અન્ય એકે લખ્યું કે તેના માતા-પિતાની મહેનતથી કમાયેલા પૈસા આ રીતે વેડફાઈ ગયા. હવે તેને જેલમાં મફત રહેવાની સગવડ મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news