Diwali 2021: પાકિસ્તાની નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, જાણો PM ઇમરાને શું કહ્યું

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને વિપક્ષના ઘણા નેતાઓએ ગુરૂવારે દેશના હિંદુ સમુદાઅને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વીટ કર્યું ''પોતાના હિંદુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવું છું''.

Diwali 2021: પાકિસ્તાની નેતાઓએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ, જાણો PM ઇમરાને શું કહ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને વિપક્ષના ઘણા નેતાઓએ ગુરૂવારે દેશના હિંદુ સમુદાઅને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વીટ કર્યું ''પોતાના હિંદુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવું છું''.

દિવાળી હિંદુ સમુદાય માટે સૌથી મોટા ઉત્સવોમાંથી એક છે. પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિંદુઓએ પોતાની ધાર્મિક પરંપરાઓના અનુસાર પ્રકાશનો આ પર્વ ઉજવ્યો. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી, યોજના તથા વિકાસ મંત્રી અસદ ઉમર અને માનવાધિકાર મામલાના મંત્રી શિરીન મજારીએ પણ હિંદુ સમુદાયના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. 

પાકિસ્તાની નેશનલ એસેંબલીમાં નેતા પ્રતિપક્ષ અને મુખ્ય વિપક્ષી દળ પીએમએલ-એનના પ્રમુખ શહબાઝ શરીફે ટ્વીટ કર્યુયં 'દ્દુઆ કરુ છું કે રોશનીનો આ તહેવાર આખી દુનિયામાં શાંતિ, પ્રેમ અને ખુશીનું માધ્યમ બને.''

બિલાવટ ભુટ્ટો જરદારીએ કહી આવાત
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારીએ પણ દિવાળીની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે ''આપણે દિવાળીના સંદેશને સમજવાની જરૂર છે. આપણને શિક્ષા આપે છે કે બુરાઇ ગમે તેટલી તાકાતવર હોય, સતત સંઘર્ષ અને પ્રતિબદ્ધતા દ્વારા તેને પરાજિત થવું નક્કી છે.'' 

બિલાવલ ભુટ્ટોએ એ પણ કહ્યું કે તેમની પાર્ટીના સિદ્ધાંત પણ એ છે કે અંધારા, અન્યાય અને અસમાનતાના વિરૂદ્ધ લડવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news