ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, રાજીનામાની માગ કરતા વિપક્ષી દળોએ બનાવ્યું એક અલગ ગઠબંધન
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે જણાવ્યું કે, ઓક્ટોબરથી શરૂ થનારી એક કાર્ય યોજના હેઠળ તેમણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન (PM Imran Khan) માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનના રાજીનામાની માગ જોર પકડી રહી છે. ઇમરાન વિરુદ્ધ પાકિસ્તાનના વિપક્ષી દળના નેતાઓએ એક અલગ ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓ દ્વારા તેનું નામ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) રાખવામાં આવ્યું છે. ઇમરાન ખાનના સર્વોચ્ચ સહાયક લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત) અસીમ સલીમ બાજવા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર હવે તેમની ખુરશી ખતરામાં છે.
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે જણાવ્યું કે, ઓક્ટોબરથી શરૂ થનારી એક કાર્ય યોજના હેઠળ તેમણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરી છે. વિપક્ષી દળોના આ ગઠબંધન દ્વારા ડિસેમ્બરમાં ભારે વિરોધ પ્રદર્શનની યોજના છે અને જાન્યુઆરી 2021મા ઇસ્લામાબાદ તરફ એક માર્ચ કાઢવામાં આવશે.
ગઠબંધન દળ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં સેનાનું નામ લીધા વગર આરોપ લગાવ્યો છે કે ઇમરાન ખાનની સરકારને તે સંસ્થાએ નકલી સ્થિરતા આપી જેણે હાલના શાસકોને સત્તામાં લાવવા માટે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. શક્તિશાળી સેનાનો જાહેરમાં સંદર્ભ આપતા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, દેશના અંદરના મામલામાં સંસ્થાની વધતી દખલઅંદાજી ખુબ નિંદનીય છે અને તેનાથી દેશની સ્થિરતા તથા સંસ્થાઓ માટે એક ખતરો છે.
રવિવારે જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને એક પત્રકાર પરિષદ દમરિયાન સરકાર વિરુદ્ધ આ યોજનાનો ખુલાસો કરતા કહ્યુ હતું કે, સંસદમાં ઇમરાન ખાન સરકારની સાથે હવે કોઈ સહયોગ કરશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે