Sara Ali Khan: હર હર મહાદેવના નાદ કરતી સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, શેર કર્યો video

Sara Ali Khan: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચતી હોય છે. તેવામાં હાલ અમરનાથ યાત્રા ચાલતી હોવાથી સારા અલી ખાન બર્ફાની બાબાના દરબારમાં પહોંચી છે. જી હાં સારા અલી ખાન પણ અમરનાથ યાત્રા કરવા નીકળી છે.

સારા અલી ખાને તેની અમરનાથ યાત્રાની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને દર્શાવી છે. અમરનાથ યાત્રાના વીડિયોમાં સારા અલી ખાન હાથમાં લાકડી લઈને પગપાળા યાત્રા કરતી જોવા મળે છે. એટલું જ નહીં સારા અલી ખાન અન્ય ભક્તોની સાથે ઉત્સાહપૂર્વક અમરનાથ માર્ગમાં હર હર મહાદેવના નારા લગાવી રહી છે.

આ પણ વાંચો:

મણીપુરનો video જોઈ ભડક્યા બોલીવુડ સ્ટાર્સ, અક્ષય કુમારે ટ્વીટ કરી સરકારને કરી આ અપીલ
 
સારા અલી ખાને શેર કરેલા વીડિયોમાં તેણે સી-ગ્રીન રંગનો ટ્રેક સૂટ પહેર્યો છે અને માથા પર ક્રીમ રંગની શાલ ઓઢી છે. સારા અલી ખાન અમરનાથની ગુફામાં ઘંટ વગાડતી પણ જોવા મળે છે. ત્યારબાદ અભિનેત્રીનો વિડીયો રીવાઇન્ડમાં જાય છે અને સારા અલી ખાને પોતાની આગવી શૈલીમાં દર્શકોનું અભિવાદન કરે છે. સારા અલી ખાન અમરનાથની ગુફાની બહાર હાજર ભક્તોની એક ઝલક પણ બતાવે છે અને પછી અભિનેત્રી હર હર મહાદેવના નારા લગાવે છે. વીડિયોમાં સારા અલી ખાન અન્ય ભક્તો સાથે મળીને અમરનાથ ગુફા તરફ આગળ વધે છે.

સારા અલી ખાન અમરનાથ ધામ પહેલા કેદારનાથ અને મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા ગઈ હતી. અભિનેત્રીઓ અવારનવાર દેશના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લેતી જોવા મળે છે. જો કે ઘણીવાર તે આ મુલાકાતના ફોટો અને વીડિયોને લઈને ટ્રોલ પણ થઈ છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news