નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો

સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. 
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો

મૌલિક ધામેચા/અમદાવાદ :સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. 

બંને યુવતીઓ નિત્ય તત્વપ્રિયા અને લોપામુદ્રા હજી ક્યાં છે તેની હજી કોઈ ભાળ મળી નથી. તો બીજી તરફ, ગુજરાત પોલીસે નિત્યાનંદને શોધવા માટે આકાશપાતાળ એક કરી દીધા છે, પણ તેમ છતાં ન તો તે બંને બહેનો કે ન તો નિત્યાનંદ સુધી પહોંચી સુધી છે. આ માટે નિત્યાનંદ વિરુદ્ધ ડિસેમ્બરમાં બ્લ્યુ કોર્નર નોટિસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. તેમજ CRPC 70 મુજબનું વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. આ વચ્ચે નિત્યાનંદ ઈક્વાડોરમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. 

સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરી, અલગ અલગ કાર્યક્રમો થયા તે બાબતોનો પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ પોલીસે ડોનેશનમાં મળેલાં ₹ 9.64 લાખ કબ્જે કરી પુરાવા તરીકે લેવાયા છે. બાળ મજૂરીને પણ ચાર્જશીટમાં પુરાવા તરીકે લેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસે આશ્રમની સંચાલિકા પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે આશ્રમમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી હતી. તો બીજી તરફ, આ વિવાદ સામે આવતા ડીપીએસ સ્કૂલનો વિવાદ પણ સામે આવ્યો હતો. જેના બાદ આશ્રમના સાધકોને તાત્કાલિક આશ્રમ ખાલી કરવાની ફરજ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news