VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે
Trending Photos
મિતેશ માળી/વડોદરા : પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકમાં વાઇરસની દહેશત. પ્રથમ વાર પાકમાં વાઇરસના ચિહ્નો દેખા દેતા ખેડૂતોના પાક ફેલ જવાની ખેડૂતોને ચિંતા પેઠી છે. પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસ કરમાવા લાગ્યો છે. જ્યારે કપાસના પાક પર પાન અને તેની સાઈઝ કરતા વધારે લાંબા થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માગ કરી છે.
પાદરા તાલુકામાં અનેક ગામોમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાદરા તાલુકામાં દર વર્ષે ખૂબ સારો એવા કપાસના પાક થતો હતો. પરંતુ હાલના વર્ષે પાદરા તાલુકાના ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પાદરા તાલુકાના કોથવાળા. વીરપુર સરસવની, મેંડાદ સહિતના ગામોમાં ખેડૂતોના પાક પર વાઇરસનું સંક્રમણ ફેલાયું છે. જ્યારે હાલના વર્ષે ખેડૂતોને વરસાદની અછત સર્જાઈ રહી છે, ત્યારે પાદરા તાલુકાના ખેડૂતોમાં ઉભા પાક પર વિચિત્ર પ્રકારના વાઇરસના લક્ષણો છોડ પર જોવા મળી રહ્યા છે. જ્યારે કપાસના છોડના પાન કરમાઈ રહ્યા છે, સાથે સાથે છોડ પાંચ થી છ દિવસ માં કરમાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પાદરા તાલુકાના વીરપુર, મેળાદ, સરસવની, કોથવાળા, સહિતના થિકરિય મુબારક ગામોના ખેડૂતોના પાક પર વાઇરસની મોટી અસર જોવા મળી રહી છે ત્યારે આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સરકાર પાસે સર્વે કરાવી અને વળતરની માગ કરવામાં આવી હતી.પાદરા તાલુકામાં કપાસના પાકમાં હાલમાં કપાસના પાન એની સાઈઝ કરતા વધારે લાંબા થઈ જતાં ખેડૂતોના ચિંતામાં મુકાયા છે. હાલમાં ખેડૂતોએ કપાસમાં કોઈપણ જાતની દવાનો છંટકાવ કર્યો નથી છતાં પણ કપાસના પાન આગળના ભાગથી લાંબા થયા છે અને આ સ્થિતિ તાલુકાના તમામ ગામોમાં જોવા મળી રહી છે. જેમાં કોઈ વાઈરસ વાતવરણની અસર હોય એવી શક્યતા સેવાઈ રહી છે. . આમ કપાસના પાના લાંબા થવાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે