હદ થાય છે હવે! નકલીની ભરમાર વચ્ચે ખૂલ્યું ડુપ્લીકેટ પાસનું કારસ્તાન, ST તંત્રમાં દોડધામ
જામનગર જિલ્લામાં એસટી વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન આજે સવારે ધ્રોલ બાદ ડેપોથી મોરબી તરફ જઈ રહેલી એસટી બસમાં એક મુસાફર પાસે ટિકિટ સંદર્ભે ચેકિંગ કરતાં તેની પાસેથી એક મુસાફરીનો પાસ મળી આવ્યો હતો.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલના એસટી ડેપોમાં બસની મુસાફરી માટેના ડુપ્લીકેટ પાસે બન્યાનું કારસ્તાન સામે આવી રહ્યું છે. ધ્રોલથી મોરબી તરફ જઈ રહેલા એક મુસાફર પાસેથી ડુપ્લીકેટ ટિકિટ મળી આવી હોવાથી એસટી તંત્ર દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જેથી એસટી ડેપોના વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લામાં એસટી વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન આજે સવારે ધ્રોલ બાદ ડેપોથી મોરબી તરફ જઈ રહેલી એસટી બસમાં એક મુસાફર પાસે ટિકિટ સંદર્ભે ચેકિંગ કરતાં તેની પાસેથી એક મુસાફરીનો પાસ મળી આવ્યો હતો. જે પ્રાથમિક દ્રષ્ટિએ ડુપ્લીકેટ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી એસ.ટી. વિભાગની ચેકીંગ ટીમ ચોકી ઉઠી હતી. જે પાસ અંગેની પૂછપરછ કરતાં તેને ધ્રોલના એસટી ડેપોમાંથી પાસ ઈસ્યૂ થયો હોવાનું જણાવ્યું હતું. જેથી એસટી વિભાગની ત્રણ સ્તરીયા ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં આ કૌભાંડ પરથી પડદો ઉચકારો તેમ મનાઈ રહ્યું છે. જેને લઈને એસટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે