‘હું ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપું છું...’ શું થયું હતું જ્યારે શંકરસિંહ આ શબ્દો બોલ્યા હતા, જાણવા જેવું છે
E Samay Ni Vat Che : જ્યારે બાપુની સરકારને કોંગ્રેસે પાડી દીધી!... પરંતું કોની નારાજગી બાપુની ખુરશી ખાઈ ગઈ?
Trending Photos
E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું. જે શંકરસિંહે સત્તા માટે જરૂરી તમામ સોગઠાંબાજી કરી...એ શંકરસિંહ અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી રાજીનામું કઈ રીતે આપી શકે. આ સવાલ બધાના મનમાં હતો. એ સવાલનો જવાબ મેળવવા માટે જુઓ એ સમયની વાત છે.
આ એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસ અને રાજપાની સંનો નો યુક્ત સરકાર હતી. વર્ષ હતું 1997. ગુજરાતના મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. કોંગ્રેસનો ટેકો હોવા છતા શંકરસિંહ વારંવાર નામ લીધા વીના કોંગ્રેસની ટીકા કરતા હતા. બાપુના આવા નિવેદનોથી કંટાળી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સી.ડી.પટેલ ઉશ્કેરાયા અને તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપી દીધું કે શંકરસિંહ જો મુખ્યમંત્રી રહેતા હોય તો હું પ્રદેશ પ્રમુખ રહેવા માટે તૈયાર નથી.
કોંગ્રેસ સી.ડી.પટેલનો સ્વભાવ જાણતી હતી. તેઓ એક વખત નારાજ થઈ જાય તો તેમને મનાવવા અઘરા હતા. સી.ડી.પટેલ પણ જાણતા હતા કે ભાજપને સત્તાથી દુર રાખવી હોય તો બાપુને ટેકો આપવો પડે તે કોંગ્રેસની રાજકીય મજબુરી છે.
આ પણ વાંચો :
કોંગ્રેસ હાઈકમાન્ડે કંઈક રસ્તો કાઢવા માટે શંકરસિંહ અને સી.ડી.પટેલને દિલ્લી ચર્ચા કરવા બોલાવ્યા. બાપુ ખુબ અપસેટ હતા. તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ ચર્ચા કરવા માટે બોલાવે તે તેમના સ્વભાવને અનુરૂપ નહોતું, પણ કોંગ્રેસના ટેકા વિના તેમની સરકાર ચાલે તેમ નહોતી. સી.ડી.પટેલ સાથે પણ સારા સંબંધ રહ્યા નહોતા એટલે હાઈકમાન્ડનો નિર્ણય માનવા સિવાય કોઈ રસ્તો નહોતો.
સી.ડી.પટેલ અને શંકરસિંહ એક જ વિમાનમાં દિલ્લી જવા માટે રવાના થયા. જો કે તેમની વચ્ચે કોઈ ખાસ રાજકીય ચર્ચા થઈ નહીં. દિલ્લીમાં અહમદ પટેલની હાજરીમાં મીટીંગનો દૌર શરૂ થયો. બંનેએ એકબીજાના વાંધા અહમદ પટેલ સામે મુક્યા. અહમદ પટેલે બંને નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સી.ડી જીદ લઈને બેઠા હતા કે બાપુ મુખ્યમંત્રી રહેતા હોય તો તેઓ કોઈપણ સંજોગોમાં ટેકો આપી શકે તેમ નથી. અહમદ પટેલ પાસે કોઈ રસ્તો નહોતો. તેમની પાસે એક વિકલ્પ હતો તે તેમણે બાપુ સામે મુક્યો.
અહમદ પટેલે વચ્ચેનો રસ્તો બતાડ્યો તે સાંભળી બાપુ સ્તબ્ધ રહી ગયા. તેઓ દરખાસ્ત સાંભળી ગુસ્સે થઈ ગયા, પોતાની નારાજગી બતાડી અને તમામ સંબંધોનો અંત લાવવાની પણ વાત કરી. બાપુ થોડા શાંત થયા પછી
અહમદ પટેલે કહ્યું,
'પ્રમુખ પણ જીદ કરશે અને તમે પણ જીદ કરશો તો કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ પોતાના પ્રદેશ પ્રમુખને નારાજ કરી તમને ટેકો ચાલુ રાખી શકે તેવી સ્થિતિમાં નથી.'
અહમદ પટેલે પોતાની વાત બાપુને સમજાવી દીધી.
આ પણ વાંચો :
સાંજની ફ્લાઈટમાં બાપુ અને સીડી પટેલ સાથે અમદાવાદ આવવા માટે નિકળ્યા. આ સમયે તેમની વચ્ચે કોઈ વાત ન થઈ. હવે નિર્ણય બાપુએ કરવાનો હતો, રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં એમને પૂછવા વાળું કોઈ નહોતું. ખુબ મનોમંથન કર્યા પછી બાપુએ તેમના અંગત સચિવને બોલાવી સૂચના આપી કે પત્રકાર પરિષદ બોલાવો.
શંકરસિંહની દિલ્લી મુલાકાત પછીની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી એટલે પત્રકારો અંદાજ લગાવી રહ્યા હતા કે કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી બેઠક અંગે બાપુ કંઈ કહેવાના હશે. અને એટલામાં. 'હું ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપું છું'
કોઈ માનવા તૈયાર નહોતું પણ બાપુ ખુદ કહી રહ્યા હતા એટલે ન માનવાનું પણ કોઈ કારણ નહોતું. જે શંકરસિંહ રાજકીય કાવાદાવા રમી મુખ્યમંત્રી બન્યા હતા તેમની ખુરશી પણ એવી જ રીતે ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે