રાજકોટની કન્યા શાળામાં હવસલીલા! એક વર્ષથી 'મોટા માથા'ઓએ યુવતી સાથે શરીરસુખ માણ્યું!
રાજકોટના આટકોટમાં આવેલા પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં કોલેજિયન યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે જેમાં ભાજપના બે આગેવાન પર રેપનો આરોપ લાગ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: શિક્ષણધામમાં શારીરિક શોષણની ઘટનાથી હડકંપ મચી ગયો છે. આટકોટની અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના સંદર્ભે જિલ્લા ભાજપના બે કાર્યકર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુભાઇ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બંને શખ્સો છેલ્લા એક વર્ષથી યુવતીનું શારીરિક શોષણ સાથે કરતા હતા. મહત્વનું છે કે પરેશ રાદડિયા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. જયારે મધુભાઇ ટાઢાણી કલરકામનો કોન્ટ્રાકટર છે. આટકોટ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે..
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી સાથે ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાનો આક્ષેપ કર્યો છે કે પરેશભાઈ રાદડિયાની પહેલેથી જ મારા પર ખરાબ નજર હતી. તેથી તેમણે મને કન્યા છાત્રાલયની રેક્ટર બનાવી હતી. એટલું જ નહીં, છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ મધુભાઈ ટાઢાણીએ રાખેલો હતો. તે કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને મારી સાથે બળજબરી કરતો હતો. પીડિત યુવતીએ જણાવ્યું કે મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા બંને વારાફરતી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા હતા.
રાજકોટના આટકોટની વિદ્યાર્થિની પર જિલ્લા ભાજપના 2 કાર્યકરોએ આચર્યું દુષ્કર્મ #Rajkot #Gujarat #BJP #BreakingNews pic.twitter.com/3eaym85CFi
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2024
આ ઘટના બાદ પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી પીડિત યુવતી સુરત રહેવા જતી રહી હતી, પણ મધુ ટાઢાણીએ ત્યાં પણ પીછો છોડ્યો નહોતો. તેણે મારી સાથે મારઝૂડ કરીને બળજબરીથી ગાડીમાં પાછી લઈ આવ્યો હતો. મધુ ટાઢાણીએ યુવતીને ધમકી આપી હતી કે તારે મારી સાથે રહેવાનું છે, ત્યારે પીડિતાએ જણાવ્યું હતું કે તમે પરિણીત છો શા માટે મારી જિંદગી બગાડો છો. આ બધું થયા બાદ પરિવારના લોકો ટ્રસ્ટીઓ પાસે ન્યાયની માંગણી કરી હતી, પરંતુ તેમણે સમાધાન કરવા જણાવ્યું હતું. આખરે પરીવારના સભ્યોએ અને વિદ્યાર્થીની રાજકોટ રૂરલ એસ.પી. કચેરીએ ન્યાય મળે તે માટે પ્રથમ અરજી કરી અને ત્યારબાદ આટકોટ પોલીસમાં ન્યાય મેળવવા માટેની માંગ કરી હતી.
કોની સામે નોંધાઈ ફરિયાદ
માતૃશ્રી ડી બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના અરજણભાઈ રામાણી. પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા ટાઢાણી. અને જિલ્લા પંચાયત સભ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા સામે પીડિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે