Liver Cancer: આ લક્ષણ હોય શકે છે લીવર કેન્સરના સંકેત, મોટાભાગના લોકો ગેસ અને એસિડિટી સમજવાની કરે છે ભુલ

Liver Cancer: અન્ય બીમારીઓની સરખામણીમાં લીવર કેન્સરની શરૂઆત થાય ત્યારે શરીરમાં કેટલાક અસામાન્ય લક્ષણ જોવા મળે છે. જો આ લક્ષણોને શરૂઆતમાં જ ઓળખી તેની સારવાર શરૂ કરી દેવામાં આવે તો આ જીવલેણ બીમારીથી બચી શકાય છે. જોકે લીવર કેન્સરના કેટલાક લક્ષણોને સમજવામાં લોકો ભૂલ કરી જાય છે.

Liver Cancer: આ લક્ષણ હોય શકે છે લીવર કેન્સરના સંકેત, મોટાભાગના લોકો ગેસ અને એસિડિટી સમજવાની કરે છે ભુલ

Liver Cancer: કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. કેન્સર શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે જેમાં લીવર કેન્સરનો પણ સમાવેશ થાય છે. અન્ય બીમારીઓની સરખામણીમાં લીવર કેન્સરની શરૂઆત થાય ત્યારે શરીરમાં કેટલાક અસામાન્ય લક્ષણ જોવા મળે છે. જો આ લક્ષણોને શરૂઆતમાં જ ઓળખી તેની સારવાર શરૂ કરી દેવામાં આવે તો આ જીવલેણ બીમારીથી બચી શકાય છે. જોકે લીવર કેન્સરના કેટલાક લક્ષણોને સમજવામાં લોકો ભૂલ કરી જાય છે. તો ચાલો તમને આજે જણાવીએ કે લીવર કેન્સરના લક્ષણો કયા છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

આપણા શરીરમાં લીવર ભોજનના પોષક તત્વોને ફિલ્ટર કરીને શરીરના બાકી અંગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જો લીવર સંબંધિત કોઈ સમસ્યા થાય તો ભોજનના ફિલ્ટરેશન નું કામ અટકી જાય છે. તેનાથી મલ્ટી ઓર્ગન ફેલીઓર પણ થઈ શકે છે અને વ્યક્તિનું મોત થઈ જાય છે.

આ પણ વાંચો:

ડોક્ટરો જણાવે છે કે લીવર કેન્સરની શરૂઆતમાં કેટલીક કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે. આમ તો શરીરમાં કોશિકાઓનું નિર્માણ થવું અને તેનો નાશ થવો તે પ્રક્રિયા સતત ચાલતી રહે છે પરંતુ લીવર કેન્સરમાં કેટલીક કોશિકા અસમાન્ય રીતે ઝડપથી વધે છે અને ગાંઠ બની જાય છે. જે કેન્સર નું સ્વરૂપ ધારણ કરે છે.

લીવર કેન્સરના સૌથી બે મોટા લક્ષણ શરીરમાં જોવા મળે છે. જો સતત ઉલટી જેવું લાગતું હોય તો તે લીવર કેન્સરનું શરૂઆત લક્ષણ હોઈ શકે છે. આ સિવાય થોડું જમ્યા પછી પણ પેટ ભરેલું લાગે ત્યારે પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગના લોકો આ બે લક્ષણોને ગેસ અને એસિડિટી સમજીને અવગણતા હોય છે. જે પાછળથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ સિવાય ડોક્ટરોનું જણાવવું છે કે જ્યારે શરીરમાં લીવર કેન્સર ની શરૂઆત થાય છે ત્યારે રક્તમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય શરીરમાં નબળાઈ, સ્નાયુમાં દુખાવો થાય છે. જો કોઈપણ વ્યક્તિને આવી સમસ્યા જણાય તો સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને યોગ્ય તપાસ કરવી જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news