Amritpal Singh Video: હવે ફેસબુક પર અમૃતપાલે શેર કર્યો વીડિયો, શીખોને ઉશ્કેર્યા, સરકાર પર ભડક્યો
Amritpal Singh: ખાલિસ્તાન સમર્થક અને ભાગેડૂ અમૃતપાલ સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા સરકાર અને પોલીસની આલોચના કરી છે. સાથે શ્રી અકાલ તખ્થ સાહિબના જથેદારને એક અપીલ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Amritpal Singh Video: વારિસ પંજાબ દે પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે પોલીસથી ફરાર થવા દરમિયાન પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેણે ઘણી વાતો કહી છે. તેણે પંજાબ સરકાર અને પોલીસની આલોચના કરી છે, સાથે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદારને પણ એક અપીલ કરી છે.
વીડિયોમાં અમૃતપાલે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર પાસે પૈસાખી પર સરબત કાલસા બોલાવવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે કોમી મુદ્દાને હલ કરવા માટે સરબત ખાલસા બોલાવવામાં આવે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અમૃતપાલ સિંહ કાળી પાઘડી અને સાલ પહેરીને જોવા મળી રહ્યો છે.
જો પંજાબ સરકારનો ઇરાદો મારી ધરપકડ કરવાનો હોત તો
સોશિયલ મીડિયા પર વીડિયોમાં અમૃતપાલે કહ્યુ કે- જો પંજાબ સરકારનો ઇરાદો મારી ધરપકડ કરવાનો હોત તો પોલીસ મારા ઘરે આવત અને હું તે માટે માની જાત. અમૃતપાલે તેની વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન શીખ યુવકોની ધરપકડને લઈને પણ પંજાબ પોલીસની આલોચના કરી છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારથી અમૃતપાલને લઈને ઘણા અપડેટ સામે આવ્યા છે. આ દરમિયાન પોલીસે કેટલાક સીસીટીવી ફુટેજ પણ જારી કર્યાં હતા, જેમાં અમૃતપાલ અલગ-અલગ વેશમાં જોવા મળ્યો હતો.
Amritpal Singh ਅਮ੍ਰਿਤਪਾਲ ਸਿੰਘ....#AmritpalSingh #Amritpal_Singh #Punjabi #Punjab #PunjabBachao pic.twitter.com/gmVertewxh
— Ravinder S Badhan (@RavinderSBadha1) March 29, 2023
પોલીસ પાસે અમૃતપાલે રાખી શરતો
એક જાણકારી પ્રમાણે અમૃતપાલે પોલીસની સામે ત્રણ શરતો પણ રાખી છે. પોતાની શરતોમાં તેણે કહ્યું કે પોલીસ ધરપકડને સરેન્ડર દેખાડે, તેને પંજાબની જેલમાં રાખવામાં આવે અને તેની સાથે મારપીટ કરવામાં આવે નહીં.
અમૃતપાલે વીડિયોમાં કહ્યું, '18 માર્ચ પછી હું પહેલીવાર રૂબરૂ મળી રહ્યો છું. મુદ્દો માત્ર મારી ધરપકડનો નથી. સરકાર ધરપકડ કરવા માંગતી હોત તો ઘરેથી ધરપકડ કરી શકી હોત, પરંતુ સાચા બાદશાહે તેને મુશ્કેલીથી બહાર કાઢ્યો છે. હું બિલકુલ ઠીક છું અને સરકારે લાચાર લોકોને જેલમાં ધકેલી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે