આતંકવાદ સામેની જંગમાં ભારતને સાઉદીનો પણ મળ્યો સાથ, કહ્યું- અમે દરેક પ્રકારે મદદ માટે તૈયાર
Trending Photos
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાને લઈને દુનિયાભરના મહત્વના દેશો તરફથી ભારતને મદદનો ભરોસો મળવા વચ્ચે આજે સાઉદી અરબે પણ આતંકવાદ વિરુદ્ધની જંગમાં સાથ આપવાનો વાયદો કર્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મુદ્દે કહ્યું કે અમે ભારતને દરેક પ્રકારનો સહયોગ કરવા તૈયાર છીએ. સલમાને કહ્યું કે અમે ઈન્ટેલિજન્સથી લઈને અન્ય ચીજો માટે તમને સાથ આપવા તૈયાર છીએ। આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત બાદ બુધવારે મીડિયાને સંબોધન કર્યું. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે સાઉદી અરબ ભારતનો મૂલ્યવાન ભાગીદાર છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સદીઓ જૂના સંબંધ છે. મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ પહેલા કરતા મજબુત થયા છે. પીએમ મોદીએ પણ પુલવામાં એટેકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ હુમલો દુનિયામાં છવાયેલા આતંકી જોખમની બર્બર નિશાની છે.
Saudi Arabia Crown Prince Mohammed bin Salman: Extremism & terrorism are our common concerns.We would like to tell our friend India that we'll cooperate on all fronts, be it intelligence sharing. We'll work with everyone to ensure a brighter future for our upcoming generations. pic.twitter.com/io5oIvFzTX
— ANI (@ANI) February 20, 2019
44 બિલિયન ડોલરના રોકાણનું વચન
ક્રાઉન પ્રિન્સે કહ્યું કે આ મારી પહેલી મુલાકાત છે. હું ભારત આવી ચૂક્યો છું પરંતુ પ્રતિનિધિમંડલ સાથે પહેલો પ્રવાસ છે. અમારા સંબંધો લોહીમાં રહેલા છે અને હજારો વર્ષ જૂના છે. છેલ્લા 50 વર્ષમાં આ સંબંધોએ મજબુતાઈ હાંસલ કરી છે. અમારા હિત એકસરખા છે. મોહમ્મદ બિન સલમાને કહ્યું કે સાઉદી અરબમાં તમે 2016માં આવ્યાં તાં. ત્યારથી અત્યાર સુધીમાં અમે અનેક સફળતાઓ મેળવી છે. અમે 44 બિલિયન ડોલરના રોકાણ પર સહમતિ વ્યક્ત કરી છે. સલમાને કહ્યું કે અમે ડાઈવર્સિફિકેશન પર કામ કરી રહ્યાં છીએ અને ભારત સાથે સહયોગ કરવા માંગીએ છીએ.
PM Modi: Pulwama mein hua barbar hamla duniya par chhai khatre ki nishani hai, hum is baat par sahmat hain ki atankwaad ko samarthan dene waale deshon pe sambhav dabav banane ki avyashkata hai #IndiaSaudiArabia pic.twitter.com/MmSprEgg1J
— ANI (@ANI) February 20, 2019
દ્વિપક્ષીય સંબંધો મજબુત થયા
સાઉદી અરબ દ્વારા ભારતમાં રોકાણનું પીએમ મોદીએ સ્વાગત કરતા કહ્યું કે તેનાથી દ્વિપક્ષીય સંબંધોને મજબુતાઈ મળી છે. રોકાણ, ઉર્જા અને વ્યાપારના ક્ષેત્રે વિસ્તાર થયો છે. તેમણે કહ્યું કે સાઉદી અરબના નાગરિકો માટે ઈ વીઝાની પણ જાહેરાત કરાઈ. પીએમ મોદીએ આ દરમિયાન પાકિસ્તાન ઉપર પણ પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આતંકના સમર્થક દેશો પર દબાણ વધારવાની જરૂર છે. તેમણે પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો એ વાત પર સહમત છે કે આતંકવાદનું સમર્થન કરી રહેલા દેશો પર દબાણ વધારવામાં આવશે.
સંબંધો ગાઢ બનાવવામાં મદદ મળશે
આ અગાઉ પીએમ મોદીએ પોતાની એક ટ્વિટમાં કહ્યું હતું કે ભારત સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું સ્વાગત કરે છે. આ પ્રવાસથી ભારત અને સાઉદી અરબના સંબંધોને વધુ મજબુત બનાવવામાં મદદ મળશે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝના આગમન પર મંગળવારે પ્રોટોકોલ તોડીને મોદીએ સ્વયં તેમનું સ્વાગત કર્યું હતું. સાઉદી અરબના પ્રિન્સ ભારતના પહેલા દ્વિપક્ષીય પ્રવાસે આવ્યાં છે.
રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત
મોહમ્મદ બિન સલમાનનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેમણે સલામી ગારદનું નિરીક્ષણ કર્યું. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી હાજર રહ્યાં હતાં. આ અવસરે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે તેઓ ભારત આવીને ખુબ પ્રસન્ન છે. ભારત અને સાઉદી અરબનો સંબધ ખુબ જૂનો છે જે 2000 વર્ષોથી પણ પહેલાનો છે. તેમણે કહ્યું કે ભારત અને સાઉદી દ્વિપકલ્પનો સંબંધ અમારા ડીએનએમાં વસેલો છે.
સાઉદી અરબના શહેજાદાએ કહ્યું કે ભારતના લોકો અમારા મિત્રો છે અને અને છેલ્લા 70 વર્ષથી સાઉદી અરબને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યાં છે. બે દિવસના પ્રવાસ દરમિયાન એ વાત પર ભાર રહેશે કે સાઉદી ભારત માટે કયા પ્રકારના કામો કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે