મનગમતી યુવતી સાથે લગ્ન કરે છતાં પુરુષો કેમ પાછા પારકી સ્ત્રી પાછળ લટ્ટુ થઈ જાય છે? જાણો કારણ

અનેકવાર એવું બને છે કે ભારે પડકારો પાર પાડીને જ્યારે પ્રેમ સંબંધને લગ્નના સંબંધ સુધી પહોંચાડવામાં આવે ત્યારબાદ સંબંધમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ જાય છે. એક સમયે એક બીજા સાથે રહેવા માટે લડાઈ કરનારું કપલ પછી એકબીજા સાથે લડતા ઝઘડતા રહે છે. ત્યારે આવામાં જો કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જીવનમાં થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હોઈ શકે?

Trending Photos

મનગમતી યુવતી સાથે લગ્ન કરે છતાં પુરુષો કેમ પાછા પારકી સ્ત્રી પાછળ લટ્ટુ થઈ જાય છે? જાણો કારણ

આજકાલ દરેક પોતાની પસંદની છોકરી કે છોકરા શોધીને લગ્ન કરતા હોય છે. અનેકવાર એવું પણ જોવા મળે છે કે પોતાના મનગમતા પાત્ર સાથે લગ્ન કરવા માટે તેઓ પરિવાર સાથે બળવો પણ કરતા હોય છે. પરંતુ અંતે રાજીખુશીથી લગ્ન થઈ જાય છે. કેટલાક કેસમાં પરિવાર તેમની સાથે નાતો તોડે એવું પણ બનતું હોય છે. પરંતુ આમ છતાં તેઓ પોતાના મનગમતા પાત્રને છોડવા માંગતા નથી. 

પરંતુ અનેકવાર એવું બને છે કે ભારે પડકારો પાર પાડીને જ્યારે પ્રેમ સંબંધને લગ્નના સંબંધ સુધી પહોંચાડવામાં આવે ત્યારબાદ સંબંધમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ જાય છે. એક સમયે એક બીજા સાથે રહેવા માટે લડાઈ કરનારું કપલ પછી એકબીજા સાથે લડતા ઝઘડતા રહે છે. ત્યારે આવામાં જો કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જીવનમાં થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હોઈ શકે? આમ તો આ માટે પતિ કે પત્ની બંને જવાબદાર હોઈ શકે. પરંતુ મોટાભાગે આવું પુરુષોના કેસમાં વધુ જોવા મળે છે. 

જર્નલ સોશિયલ સર્વેમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે પુરુષો મહિલાઓની સરખામણીમાં વધુ દગાબાજ નીકળે છે. પોતાના લગ્નમાં નાખુશ હોય તો તેઓ અનેકવાર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ સહારો લઈ લે છે. આવામાં આજે અમે તમને એવા કેટલાક કારણો વિશે જણાવીશું જેના કારણે લવમેરેજ કરવા  છતાં પુરુષ પત્ની સાથે સંબંધ સુધારવાની જગ્યાએ બીજી મહિલાઓ સાથે રિલેશનશીપમાં જતા રહે છે. 

પ્રેશરમાં આવીને લગ્ન
ફક્ત અરેન્જ મેરેજ જ નહીં પરંતુ ક્યારેક કેટલાક લોકોના કેસમાં લવ મેરેજ પણ દબાણમાં કરવાનો વારો આવતો હોય છે. આ પ્રેશર માતા કે પિતા કે પાર્ટનર દ્વારા બનાવવામાં આવતું હોય છે. આવામાં પુરુષ જ્યારે માનસિક રીતે લગ્નની જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર ન હોય તો સમય સાથે તેના શીખવાની સંભાવના ઓછી અને તેનાથી કંટાળીને પરિસ્થિિતથી દૂર ભાગવાના ચાન્સ વધુ રહે છે. અનેકવાર આવા લગ્ન લગ્નેત્તર સંબંધ પર ખતમ થાય છે. 

ઘરમાં વધતા ઝઘડા
લગ્ન બાદ પુરુષ પત્ની અને પરિવાર વચ્ચે ભીંસાઈને રહી જાય છે. અનેકવાર તેના માટે કોનો પક્ષ લેવો તે મોટો સવાલ બની જાય છે. આવી સ્થિતિ મરજીમુજબ લગ્ન કરનારા પુરુષોમાં તો વધુ ભયાનક બનતી હોય છે. કારણ કે પરિવાર તરફથી અવારનવાર મનગમતી છોકરી સાથે લગ્ન કરવાના મુદ્દે ટોણા સાંભળવા મળતા હોય છે અને પત્ની તરફથી ઘર છોડીને આવી એનું પ્રેશર. આવામાં પુરુષો આ બધી માથાકૂટથી દૂર ભાગવા માટે અનેકવાર પારકી મહિલાઓ સાથે સંબંધમાં આવી જાય છે. 

સંબંધમાં કંટાળો પેદા થવો
લગ્ન પહેલા અનેક વર્ષ સાથે રહેવા પર સામાન્ય રીતે સંબંધમાં એક પ્રકારનો કંટાળો પેદા થતો હોય છે. પતિ અને પત્નીને એકબીજાને જાણવા માટે કોઈ કોશિશ કરવાની જરૂર રહેતી નથી. આવામાં અનેક પુરુષો રોમાંચ મહેસૂસ કરવા માટે એકસ્ટ્રા મેરિટલ અફેર કરે છે. જેથી કરીને જે ચીજનો અનુભવ પોતાના પાર્ટનર સાથે ન કરી શકે તે બીજી મહિલા સાથે કરી શકે. 

રિલેશનશીપમાં ફેરફાર હેન્ડલ ન કરી શકવું
દરેક ગર્લફ્રેન્ડ- બોયફ્રે્ડ લગ્ન પહેલા એક બીજાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. સાથે એવી અનેક ચીજો પણ ટ્રાય કરે છે જે તેમને આકાશમાં ઉડતા આઝાદ પંખીઓ જેવું મહેસૂસ કરાવે છે. થોડો સમય સાથે રહો તો ખાલી એકબીજાને ખુશ કરવાની જ જવાબદારી રહેતી હોય છે. પરંતુ જ્યારે લગ્ન થાય અને હંમેશા માટે સાથે રહે તો અનેકવાર એવા એવા ફેરફાર આવે છે જેને યોગ્ય રીતે હેન્ડલ  કરી શકવું કપલ માટે મુશ્કેલ બની જાય છે. સંબંધમાંથી પ્રેમ રોમાંસ ધીરે ધીરે ખતમ થવા લાગે છે. દરેક વાત એક મતભેદ પર ખતમ થાય છે. જેનાથી તંગ આવીને પુરુષ પારકી સ્ત્રીમાં શાંતિ શોધવા લાગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news