મફતમાં ક્યારેય ન લેવી આ 4 વસ્તુઓ, દાનમાં પણ મળે તો ન લેતાં, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Astro Tips: પાડોશીઓ સાથે વાટકી વહેવાર હોય તે સામાન્ય વાત છે. વાટકી વહેવારમાં લોકો એકબીજા પાસેથી એવી વસ્તુઓ પણ લેતા હોય છે જેની અચાનક જરૂર પડે. જો કે રોજની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ એવી છે જેને ક્યારેય વાટકી વહેવારમાં લેવી જોઈએ નહીં. એટલે કે બીજા પાસેથી મફતમાં આ વસ્તુઓ લાવવી નહીં. જો તમે આ વસ્તુઓ મફતમાં લાવો છો તો તે તમારી બરબાદીનું કારણ બની શકે છે.

મફતમાં ક્યારેય ન લેવી આ 4 વસ્તુઓ, દાનમાં પણ મળે તો ન લેતાં, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. આવો જ એક નિયમ કેટલીક વસ્તુઓ સંબંધિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજના ઉપયોગમાં આવતી એવી ઘણી વસ્તુઓ છે જેને મફતમાં ક્યારેય લેવી જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન પણ સ્વીકારવું જોઈએ નહીં. આમાંથી ઘણી વસ્તુઓ એવી છે જે લોકો એકબીજા સાથે શેર કરતા હોય છે પરંતુ હકીકતમાં મફતમાં આ વસ્તુ લેવી નકારાત્મકતાને આમંત્રણ આપે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી જિંદગી બરબાદ થઈ શકે છે. 

આ પણ વાંચો:

દહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર દહીં એવી વસ્તુ છે જે હંમેશા પૈસા દઈને જ ખરીદવી જોઈએ. મફતમાં કોઈ પાસેથી દહીં લેવું અશુભ ગણાય છે. જો તમે કોઈ પાસેથી વારંવાર દહીં લો છો તો તેનાથી ઘરની બરબાદી શરૂ થઈ જાય છે.

કાળા તલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા તલ પણ કોઈ પાસેથી મફતમાં લેવા નહીં આ વસ્તુનું દાન મળે તો પણ સ્વીકારવું નહીં. કાળા તલ નો સંબંધ રાહુ, કેતુ અને શનિ ગ્રહ સાથે છે. જો તમે કાળા તલ કોઈ પાસેથી મફતમાં લો છો તો તેનાથી તમારી બરબાદી થઈ જાય છે. 

મીઠું

મીઠું પણ એવી વસ્તુ છે જેને કોઈ પાસેથી મફતમાં લેવું જોઈએ નહીં. જો ઘરમાં અચાનક મીઠું પૂરું થઈ જાય તો કોઈ પાસેથી માંગવાને બદલે ચલાવી લેવાનું રાખો. મફતમાં મીઠું ઘરે લાવવાથી શનિદેવ નારાજ થાય છે અને વ્યક્તિ પર કરજ વધવા લાગે છે.

રૂમાલ

ઘણા લોકોને આદત હોય છે કે તે બીજાનો રૂમાલ રાખી લેતા હોય છે પરંતુ આવું કરવું તમારી બરબાદીનું કારણ બની શકે છે. રૂમાલ એવી વસ્તુ છે જે કોઈની પાસેથી લેવી જોઈએ નહીં તેનાથી ઘરમાં કલેશ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news