નહીં જોયો હોય આવો Video, મેચ બાદ ધોનીએ જાડેજાને ઉચકી લીધો, દર્શકોની આંખો થઈ ભીની

ધોનીનો આવો વીડિયો પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય. જાડેજાને ઉચકતી વખતે જે ખુશી છલકી તે જોવા લાયક છે. ખાસ જુઓ આ વીડિયો. 

નહીં જોયો હોય આવો Video, મેચ બાદ ધોનીએ જાડેજાને ઉચકી લીધો, દર્શકોની આંખો થઈ ભીની

MS Dhoni Ravindra Jadeja IPL Final Video: મહેન્દ્રસિંહ ધોનીનો આપીએલ ફાઈનલ 2023 જીત્યા બાદ રવિન્દ્ર જાડેજા સાથનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. આવો વીડિયો તમે લગભગ નહીં જોયો હોય. ધોનીએ જાડેજાને ઊચકી લીધો. આ દરમિયાન ધોનીના ચહેરા પર ખુશી જોવા લાયક હતી. 

MS Dhoni lifted Sir Ravindra Jadeja Viral Video: વરસાદ, રિઝર્વ ડે, અને ડકવર્થ લુઈસ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ આ મેચમાં ગુજરાતને ધાકડ અંદાજમાં હરાવ્યું. મેચનો સૌથી મોટો હીરો રવિન્દ્ર જાડેજા બની ગયો. જેણે છેલ્લા બે બોલમાં 10 રન ફટકારી દીધા. પોતાની ટીમને જીતાડતાની સાથે જ રવિન્દ્ર જાડેજા પેવેલિયન તરફ દોડ્યો હતો. ત્યારબાદ ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ પણ મેદાન બાજુ આવી ગયા. 

રવિન્દ્ર જાડેજાએ આ ઈનિંગ દ્વારા જતાવી દીધુ કે તેઓ અંડર પ્રેશર મેચો માટે શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ જેવા મોહિત શર્માના બોલ પર ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો કે તેનો જોશ જેવા જેવો હતો. ત્યારબાદ તે સીધો ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફ ભાગ્યો. ધોનીએ પણ તેને ઊચકી લીધો. આઈપીએલ 2023માં આ પળો જોઈને અનેક ફેન્સની આંખો પણ છલકાઈ ગઈ. 

Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd

— IndianPremierLeague (@IPL) May 29, 2023

ગુજરાતે આ મેચમાં ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ 15 ઓવરમાં ટાર્ગેટ 171 રનનો રાખવામાં આ્યો. જવાબમાં ચેન્નાઈની ટીમે 5 વિકેટના નુકસાન પર 171 રન કરીને મેચ જીતી લીધી. ચેન્નાઈ માટે ડેવોન કોન્વેએ 25 બોલમાં સૌથી વધુ 47 રન કર્યા. શિવમ દુબેએ 32 અને અજિંક્ય રહાણેએ 27 રન કર્યા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 અને નૂર અહેમદે 2 વિકેટ લીધી. 

છેલ્લી પળ સુધી એવું લાગતું હતું કે મેચ ગમે તે તરફ પલટી શકે છે. પણ છેલ્લા બે બોલ પર ચેન્નાઈ માટે જીતવા જે 10 રન કરવાના હતા ત્યારે સર રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. તેણે મોહિત શર્માના બોલ પર પહેલા છગ્ગો અને ત્યારબાદ ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને ફાઈનલમાં જીતાડ્યું. 

આઈપીએલની ફાઈનલમાં એમએસ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતની ટીમે 4 વિકેટ પર શાનદાર રમત રમીને 214 રન કર્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમી હતી. જેમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ 204.25 હતો. આ ઉપરાંત ઋદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન કર્યા હતા. ચેન્નાઈ  તરફથી મથીશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી જો કે તે ખુબ ખર્ચાળ પણ સાબિત થયો. 

જેવી ચેન્નાઈ જીતી કે દર્શકો રડવા લાગ્યા
CSK એ જેવી ફાઈનલમાં જીત મેળવી કે દર્શકો ભાવુક થયેલા જોવા મળ્યા. અનેક લોકોની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. જેણે સાબિત કર્યું કે એમએસ ધોની માટે દર્શકોના મનમાં એક ખાસ પ્રકારનું અપનાપણું છે. મેચ બાદ એક છોકરી તો રોવા લાગી જેને વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news