Gold Rate Today: દિવાળી પહેલા સોનાના ભાવમાં જોવા મળ્યો મોટો ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ મંદી જોવા મળી રહી છે.

Gold Rate Today: દિવાળી પહેલા સોનાના ભાવમાં જોવા મળ્યો મોટો ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ

કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ મંદી જોવા મળી રહી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ જાણી લેજો. 

આજનો સોનાનો  ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 474 રૂપિયા તૂટીને હાલ 60896 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 434 રૂપિયા તૂટીને હાલ 55781 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ 1340 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 70825 રૂપિયાની સપાટીએ જોવા મળે છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

No description available.

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news