Knowledge Story: ભારતીય કરન્સી આગળ પાકિસ્તાનની બસ આટલી વેલ્યૂ, 1 લીટર ખરીદવું પણ મોંઘુ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિની માફક કરન્સીની હાલત પણ ખરાબ છે. ભારતીય મુદ્રાની તુલનામાં પાકિસ્તાની મુદ્રાની વેલ્યૂ અડધાથી ઓછી છે. એવું કહી શકાય કે પાકિસ્તાનની તુલનામાં ભારતીય રૂપિયાની સ્થિતિ મજબૂત છે.
Trending Photos
Knowledge Story: પાકિસ્તાન (Pakistan) ની કથળતી આર્થિક સ્થિતિ મોટાભાગે દેશ-દુનિયાના સમાચારનો ભાગ બની રહે છે. ત્યાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. 1 લીટર દૂધની કિંમત (Milk Price) જ ત્યાં 130 થી 140 રૂપિયા વચ્ચે છે. ત્યાં લોકો જેટલા રૂપિયામાં એક ચા પીવે છે એટલા રૂપિયામાં ભારત (India) માં નાસ્તો કરી શકાય છે. આ બધા પાછળનું કારણ પાકિસ્તાની કરન્સી (Pakistani Currency) ની ઘટતી જતી સ્થિતિ છે. પાકિસ્તાનમાં ભારતની માફત 1 રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયાના સિક્કા અને નોટ ચલણમાં છે, આ ઉપરાંત ત્યાં 1000 રૂપિયા અને 5000 રૂપિયાની પણ નોટ ચાલે છે.
ભારતની આગળ અડધી છે વેલ્યૂ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિની માફક કરન્સીની હાલત પણ ખરાબ છે. ભારતીય મુદ્રાની તુલનામાં પાકિસ્તાની મુદ્રાની વેલ્યૂ અડધાથી ઓછી છે. એવું કહી શકાય કે પાકિસ્તાનની તુલનામાં ભારતીય રૂપિયાની સ્થિતિ મજબૂત છે કારણ કે ભારતનો એક રૂપિયો પાકિસ્તાન 2.29 રૂપિયા બરાબર છે. તો બીજી તરફ ડોલરની તુલના કરીએ તો 1 અમેરિકન ડોલરની વેલ્યૂ પાકિસ્તાન રૂપિયામાં 168.82 રૂપિયા છે. જ્યારે ભારતીય મુદ્રામાં 73.72 રૂપિયા બરાબર છે.
આપણા 2000 તેમના 500 બરાબર
જો આપણે નોટબંધીની શરૂ કરવામાં આવેલા 200 રૂપિયાની નોટની વાત કરીએ તો આ પાકિસ્તાનના 4579.34 રૂપિયા બરાબર છે. એટલે કે આપણી 2000 રૂપિયાની નોટ પાકિસ્તાનના લગભગ 5000 રૂપિયાની બરાબર છે. ભારતીય મુદ્રા પર મહાત્મા ગાંધીની માફક પાકિસ્તાની કરન્સી (Pakistani Currency) પર મોહમંદ અલી જિન્નાનો ફોટો હોય છે. સાથે જ બાકી જાણકારીઓની સાથે-સાથે ઉર્દૂમાં સૌથી ઉપર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન લખેલું હોય છે. ભારતની માફક પાકિસ્તાની કરન્સીમાં પણ ઘણી સિક્યોરિટી ફીચર્સ હોય છે, જેમાં વોટરમાર્ક સિક્યોરિટી થ્રેડ, એન્ટી સ્કૈન અને એન્ટી કોપી વગેરે સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે