મહિલાઓએ સોનાના સાંકળા અને વિંછીયા કેમ ન પહેરવા જોઈએ? જાણો શું કહે છે જ્યોતિષ
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે મહિલાઓ સોનાના ચેન, બુટ્ટી, વિટી વગેરે પહેરતા હોય છે અને પગમાં ચાંદીના દાગીના પહેરે છે. તો શું તમે જાણો છો કે સોનાના દાગીના કેમ પગમાં ન પહેરવા જોઈએ?
Trending Photos
સોના-ચાંદીના દાગીના પહેરવા કોને ન ગમતા હોય? ભારતીય મહિલાઓમાં તો તેના આભૂષણો શ્રૃંગારનો એક મહત્વનો ભાગ હોય છે. જો કે સોનાના દાગીના પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું શુભ ગણાય છે. સોનાના દાગીના હંમેશા કમરની ઉપર પહેરવામાં આવે છે. જ્યારે ચાંદીના સાંકળા અને વિંછીયા પગમાં પહેરવામાં આવે છે. ધાર્મિક પરંપરાઓ મુજબ પગમાં સોનાના સાંકળા અને વિંછીયા પહેરાતા નથી. આખરે કમરથી નીચે સોનાના દાગીના કેમ નથી પહેરાતા એ પણ ખાસ જાણો.
કમર નીચે કેમ નથી પહેરાતા?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોનું ધન અને વૈભવના દેવી માતા લક્ષ્મીનું પ્રતિક છે. તેને ખરીદવું અને ધારણ કરવું એ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ખાસ કરીને ધનતેરસ અને દિવાળી ટાણે. સોનું માતા લક્ષ્મી સાથે જોડાયેલું છે એટલે તેને કમરથી નીચે પહેરવું અયોગ્ય માનવામાં આવે છે. કારણ કે તેનાથી દોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા લક્ષ્મીની કૃપા અટકી શકે છે. આ કારણ છે કે મહિલાઓએ પોતાના પગમાં સોનાની જગ્યાએ ચાંદીના સાંકળા અને વિછિંયા પહેરવા જોઈએ.
પગમાં ચાંદીના સાંકળા અને વિંછીયા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરીરમાં સૂર્ય અને ચંદ્રમાની ઉર્જા હોય છે. સોનું ઉર્જાને શોષે છે આથી તેને શરીરના ઉપરના ભાગમાં પહેરવું લાભકારી રહે છે. જ્યારે કોઈ મંદિર જાય છે ત્યારે સોનાના દાગીના ત્યાંની સકારાત્મક ઉર્જાને આત્મસાત કરવામાં મદદ કરે છે.
જ્યારે ચાંદી શરીરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં મદદરૂપ છે. શરીરમાં અપાનવાયુ નીચેની બાજુ પ્રવાહિત થાય છે જે સરીરને શુદ્ધિમાં મદદરૂપ છે. ચાંદીના દાગીના પહેરવાથી આ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે અને મહિલાઓને માસિકધર્મ, મૂત્ર સંબંધિત ક્રિયાઓમાં મદદ મળે છે. આવામાં જો તમે પગમાં સોનાના દાગીના પહેરો તો તે નકારાત્મક ઉર્જાને બહાર નીકળતા રોકી શકે છે. આથી પરંપરા મુજબ કમરની ઉપર સોના અને કમરની નીચે ચાંદીના આભૂષણ પહેરવા યોગ્ય ગણાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે