ગુજરાતના આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
Gujarat Rain Forecast: આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો ખતરો બનેલો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.
નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 37.42 ટકા વરસાદ વરસી વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 54.58 ટકા, તો કચ્છમાં સિઝનનો વરસી ચૂક્યો છે 50.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે