બાળાઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, શિક્ષણ વિભાગ હરકતમાં
વાઇરલ વિડીયો અંગે પણ આચાર્ય અજાણ બની રહ્યા છે. ખરેખર વિધાર્થીનીઓ પાસે ગંદકી સાફ કરવાના આ શરમજનક કૃત્ય બદલ પગલાં લેવા જોઈએ.
Trending Photos
અલ્કેશ રાવ/ પાલનપુર: સરકાર દ્રારા મિશન વિદ્યા અંતર્ગત વિદ્યાર્થીઓ ટેન્શન વગર અભ્યાસ કરે તે માટે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં શાળાના બાળકો પાસે શૌચાલયો સાફ કરાવા જેવી હિન પ્રવૃતિ કરાવવામાં આવે છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ધાનેરી પ્રા.શાળામાં નાનકડી બાળાઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાનાં ધાનેરી ગામની પ્રાથમિક શાળા જ્યાં શાળાના શૌચાલય સાફ કરે છે. સ્કૂલની નાની બાળાઓ જાજરૂ મુતરડી સાફ કરતી હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. શાળામાં સફાઇ કામદારનો દર માસે પગાર ઉતરે છે પણ સફાઇ કામદારને બોલાવતા નથી. છેલ્લા છ માસમાં માત્ર બે ત્રણ વખત સફાઇ કામદારને બોલાવાયા છે. શાળાના આચાર્ય કહે છે કે સફાઇ કામદાર માટે આવતી રકમમાંથી અડઘી રકમની સેનીટેશનની ચીજ વસ્તુઓ આવે છે. બાકીનો પગાર તેને આપવામાં આવે છે.
વાઇરલ વિડીયો અંગે પણ આચાર્ય અજાણ બની રહ્યા છે. ખરેખર વિધાર્થીનીઓ પાસે ગંદકી સાફ કરવાના આ શરમજનક કૃત્ય બદલ પગલાં લેવા જોઈએ. ત્યારે શાળાના આચાર્ય કહે છે હું આ વિડીયોથી અજાણ છું પણ આપ દ્રારા બતાવવામા આવેલ વિડીયોની તપાસ કરાવીશું. સાથે આચાર્ય પણ કહે છે મહિને રૂપિયા 1800ની ગ્રાન્ટ આવે છે જેમાંથી રૂપિયા 900 સફાઇ કામદારને પગાર ચુકવીએ છીએ.
શાળાની સફાઇ માટે જે વ્યક્તિનું નામ આચાર્ય આપી રહ્યાં છે જે સફાઇ કામદારને અમે મળ્યા અને કામદાર સાથે વાત કરી તો કામદાર વેલાભાઈ વાલ્મિકી જે છેલ્લાં બે વર્ષથી કોઇક દિવસ સફાઇ માટે જાય છે. તેમને માત્ર 300 રૂપિયા આપે છે એ પણ 6 મહિને એક વાર. વેલાભાઈ વાલ્મિકીએ જણાવ્યું હતું કે મારુ બેંકમાં ખાતું ખોલાવ્યું છે અને ગત દિવસે મને રૂપિયા 400 આપ્યાં હતાં બાદમાં મારી બેંકની પાસબુક પણ આચાર્ય પાસે છે અને કોઈ જાતનો પગાર પણ આપતા નથી.
આ શાળા ની બાળાઓ કે જેમનો શૌચાલય સફાઇ કરતો વિડીયો વાઇરલ થયો છે તેમની પાસે પહોંચ્યા અને બાળાઓ સાથે વાત કરી તો બાળાઓ કહે છે અમે નિયમિત શૌચાલય અને મુતરડી સાફ કરીએ છીએ. બાળાઓએ એ પણ જણાવ્યું કે શાળામાં કોઈ સફાઇ કામદાર નથી અમે ચાર બાળાઓ વારાફરતી શૌચાલયની સફાઇ કરીયે છીએ.
શાળાના આચાર્યએ કહ્યું હતું કે અમે બાળાઓ પાસે સફાઇ કરાવતા નથી, સફાઇ કામદાર રાખી તેને નિયમિત પગાર આપવામાં આવતો હોવાનું કહ્યું હતું. બાળાઓનો વિડીયો વાઇરલ થયો છે ત્યારે જીલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે તપાસના આદેશ આપ્યા હોવાના અને શાળામાં દર મહિને સફાઇ માટે ગ્રાન્ટ આપતા હોવાની વાત કરી રહ્યાં છે.
સરકાર હાલ મિશન વિદ્યા નામનો કાર્યક્રમ શાળાઓમાં ચલાવી રહી છે. જેમાં બાળકો ટેન્શ વિના ભણી શકે તેવો પ્રયાસ કરવામાં આવે છે. તો બીજી બાજુ આ રીતે શાળાની બાળાઓ પાસે શૌચાલય સફાઇ જેવા કામો કરાવવામા આવી રહ્યાં છે. ત્યારે સરકારના આ અભિયાન કેટલા અંશે સફળ થશે તે આ વિડીયો પરથી સાબીત થઈ રહ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે